નવા વર્ષની હાર્દિક શુભકામના

(If your device does not support Gujarati font then click here.)

વિક્રમ સંવત 2071 માં આપ સૌનું સ્વાગત છે. નવા વર્ષની ખુબ ખુબ શુભકામનાઓ. આપનું આ વર્ષ હર્ષ, આનંદ, ઉલ્લાસ, પ્રગતિ, સફળતા, ને તમારી આવી જ  દરેક મનોકામનાઓ થી હર્યું-ભર્યુ રહે એવી અંત:કારણથી પ્રાર્થના.

આ સિવાય આપ સમક્ષ ત્રણ નવી વાતો રજુ કરવી છે. ઇચ્છીસ કે નવા વર્ષ માં આ ત્રણ બાબતો માટે પણ તમે એટલો જ ઉત્સાહ દાખવો.

(1) શાંતિ

(2) સ્વચ્છતા

(3) સ્વાભિમાન

આ ત્રણેય વિષે આજે હું હળવો ઉલ્લેખ માત્ર કરીશ.

આજે વિશ્વને શાંતિની જરૂર છે. લોકો ધર્મ, જાતિ, જ્ઞાતિ ને નામે લડી રહ્યા છે. બધા દેશો એકબીજાના દુશ્મનો બની રહ્યા છે. આવા સમયે આપણે ટાગોરના ‘વસુધૈવ કુટુમ્બકમ’ ચરિતાર્થ કરવાની જરૂર છે.

બીજુ સ્વચ્છતા. આજે આપણે એક સક્ષમ દેશ તરીકે એકવીસમી સદીમાં વિશ્વ સમક્ષ ઉભા રેહવાનું છે. એ માટે સક્ષમ નાગરિકો, એ માટે સ્વસ્થ નાગરિકો, ને એ માટે સ્વચ્છ નાગરિકો-દેશ આપણે ઉભો કરવો પડશે.

ત્રીજું સ્વાભિમાન. અહી સ્વાભિમાનનો ભિન્ન અર્થ કર્યો છે. ‘યોગ’ નું ‘યોગા’ થયું ત્યારે આપડે તેને સ્વીકાર્યો. આપણે આપણા અનેક વારસાને જ્યાં સુધી વર્લ્ડ હેરીટેજ નો સિક્કો ના લાગે ત્યાં સુધી આપણને એનું મહત્વ સમજાતું નથી.આવી તો ઘણી વસ્તુઓ છે. ખુદ પર વિશ્વાસ નથી. આપણે આપણા દેશનું સ્વાભિમાન કરવાનું છે.અહી હું એક વાક્ય ટાંકવા ઇચ્છીસ , “બધી સંસ્કૃતિને જાણો, તેનું માન કરો પરંતુ પોતાની સંસ્કૃતિનું ગૌરવ કરો.” …સ્વાભિમાન પર વધુ વાંચવા અહીં click કરો.

Leave a comment