સ્વશક્તિકરણ

(If your device does not support Gujarati font then click here .)

આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ. સઘળું વિશ્વ આજે મહિલાઓના સન્માનમાં વાતો કરશે, સમાનતાની વાતો કરશે, પરંતુ આ દિવસને અપાતું મહત્વ કદાચ બાકીના દિવસો દરમિયાન સ્ત્રીઓની અવગણના વાળા સમાજના વલણને ઉઘાડુ પાડતું જાય છે!! પુરુષ દિવસ જેવું સાંભળવા નથી મળતું!!!

“આજે વુમન્સ ડે છે, ચાલ આજે તું શાંતિથી બેસ… રસોઈ હું બનવું…, તું આજે એન્જોય કર ઘરના કામ હું કરી નાખું… “, આવું કહેનારા જો એમ સમજતા હોય કે તેઓ સ્ત્રી-પુરુષ સમાનતામાં માને છે તો તેઓ દંભી છે! આમ કહીને તેઓ શું સ્ત્રી ઓ ને એ યાદ અપાવવા માંગે છે કે ‘આ બધું કામ તો સ્ત્રીઓનું જ છે’? (આજે મહિલા દિવસ છે એટલે તારું કામ હું કરીશ!!! … એવો જ  અર્થ નીકળે.) શું આને સ્ત્રી-પુરુષ સમાનતા કહેવાય?

લગભગ વર્ષેક પહેલા મારી બહેન આશરે દસેક દિવસના પ્રવાસ પર જવાની હતી. એણે આ વિશે ઘરમાં રજૂઆત કરી ને ચોક્કસ પણે ઘરમાંથી એને ઘણા સવાલો થયા. આખરે તેને પ્રવાસ માટેની રજા તો મળી પણ એ પછી એણે કહ્યું,”કાશ હું છોકરો હોત!… આ તો કેટલી મગજમારી”. એને ઘરમાંથી પૂછાયેલા ઘણાબધા સવાલોથી વિરોધ ન હતો પરંતુ જો તેનો ભાઈ ક્યાંક જતો હોય ત્યારે પુછાતા સવાલો કરતા પોતાની કેમ વધુ ચકાસણી કરી એનો અણગમો હતો. એનો પપ્પાએ સમજાવતા જવાબ આપેલો કે,”બેટા, તારી જગ્યા એ તું સાચી પણ બહારના સમાજને હજી તું નથી જાણતી”… (આખરે દીકરી પપ્પાની તો વાહલી જ ને!)

પણ હું વિચારમાં પડી ગયેલો. (પણ દુઃખ એ વાતનું છે કે આપણે આવા વિચારોમાં આપણી મા, આપણી બહેન માટે જ પડીએ છે!) સમાજના વાંકે એણે ભોગવવાનું!? હું ગમે ત્યારે મિત્રો સાથે રખડવા નીકળી પડું ને તેને જવું હોય તો ઘરમાં લાખ જીદ કરવાની? પણ માં-બાપને પણ ડર છે. કોનો?? સમાજનો. સમાજ એટલે કોણ?? આપણે બધા જ !!!!

ગંદુ પાણી સ્વચ્છ નદીમાં ઠલવાતું હોય તો ઉપાય ગંદકીને રોકવામાં છે કે નદીના પાણીનું વહેણ બદલવામાં?

આજે બધા સ્ત્રીપુરુષ સમાનતાની વાતો કરે છે ને કહે છે સ્ત્રીઓ એ પુરુષની સરખામણી કરવાની છે. હું આ વાતને નકારું છું. સ્ત્રી-પુરુષ સમાનતા કરતા સ્ત્રી-સ્વતંત્રતા, સ્ત્રી-સશક્તિકરણ વધુ મહત્વનું છે. કુદરતે સ્ત્રી પુરુષને અલગ બનાવ્યા છે તે હકીકત છે. અને તેથી પુરુષ આમ કરે છે ને તેથી હું પણ આમ કરીશ આ વાતમાં દમ નથી, પરંતુ હું – એક સ્ત્રી આ ચાહું છું ને તેથી હું આ કરીશ અને તેમાં મને કોઈ રોકી ન શકે એ વાત વધુ યોગ્ય છે. બધી સ્ત્રીઓને હું એક સવાલ પૂછવા માંગું છું,”શું સાચે જ તમારે પુરુષ જેવા થવું છે?” (અરે નકારાત્મક વાતોને બાજુ પર મુકીએ તો કુદરતે સ્ત્રીઓને આપેલી ખુબસુરતીનું તો અભિમાન કરો!)(કદાચ મેં સ્વાભિમાન પર જે આગળ લખ્યું છે તે આ વાતે સંલગ્ન છે. આગળનું વાંચવા ક્લિક કરો.)

વાંચનારને લાગશે કે આખી દુનિયાની જેમ હું પણ લાગ્યો છું આજના દિવસે  વાતો કરવામાં, પણ આખરે એક મારો વિચાર કહેવો છે.

“સ્ત્રી-સશક્તિકરણ એટલે શું? શબ્દ સીધો જ છે સ્ત્રીઓ નું સશક્તિકારણ. શું તમને તાકત કોઈ તમારા સિવાયનું આપશે? ને જો પુરુષો તમારું સશક્તિકરણ કરશે તો સાચા અર્થમાં એ તમારું સશક્તિકરણ કહેવાશે? આરક્ષણ વ્યક્તિને પાંગળો બનાવી દે છે. કઈ માંગવાનું નથી પણ મેળવવાનું છે. બધી વાતો છે ખાલી, છેવટે તો તમારે જ લડવાનું છે. લાફો મારતા શીખવાનું છે. રાવણ ત્યારે પણ હતો ને આજે પણ રેહવાનો જ. બસ ધનુષ તમારે ઊંચકવાનું છે. ને બધું પછી પહેલા તમારે ખુદમાં વિશ્વાસ કરવાનો છે. ધાર્મિક સ્થળોએ સ્ત્રીઓ ને મર્યાદા પાળતા જોઉં છું.(કારણો તુચ્છ છે.) જે ઈશ્વરે તમારી રચના કરી, તમારું બંધારણ ઘડ્યું એનાથી વિયોગ? કેમ? મને તો આવો સવાલ થાય છે, તમને નથી થતો? આવી સ્ત્રીઓ જો બહાર નીકળી સશક્તિકરણની વાતો કરે તો સમાજ એમને અંદર ડોકિયું કરાવવાનો જ.(આખરે આપણો ઈશ્વર એ આપણું અંતરમન જ તો છે.)”.  શબ્દ સશક્તિકરણ કરતા સ્વશક્તિકરણ।

ને અંતે સ્ત્રી અત્યાચાર માટે આપણી સંસ્કૃતિને જવાબદાર ગણાવતા લોકોને તેમજ સ્ત્રીઓના રક્ષણને નામે – એ જ સંસ્કૃતિના નામે અર્થહીન ફતવા બહાર પાડનારાઓ ને હોલિકા દહનની શુભેચ્છા! :p

જૈવિક વિચાર: ” એક સ્ત્રી મોપેડ ચલાવતા પડી ને એક ભાઈ એને મદદ કરવા ગયા તો તે સ્ત્રીએ લાફો ચોળી દીધો!(સ્થળ: કાલ્પનિક હતું!!!) “

2 thoughts on “સ્વશક્તિકરણ

  1. vivekhpandya says:

    આનંદની આ કોમેન્ટ મને ખુબ ગમી તેથી હું અહીં repost કરું છું.

    ANAND PATEL
    Ya I am completely agree with your thoughts. Very accurately written. That cooking walu and such things are show that how Hippocratic we are.
    We have discussed this same topic few days ago and the outcomes were following.
    1) the first and foremost thing is women empowerment in terms of everthing and this is I think the easiest and shortest way to achieve something fruitful.
    2) Now I think the main root cause of this problem is psychologyical. We can’t change the thinking process of the whole society overnight.
    For those things the most important thing is education of not only women but of whole society. It will slowly but surely improve things.
    Then I always wonder by the fact that why there are any reservations or seperate queues or some privileges for only women? When we talk a lot about the equality then by providing reservations we are acctuly degrade themselves because reservations are always for the inferior or (I don’t know the exact word ) people. So by giving women reservation we indirectly tell them that you are not capable to compete with us and that us why we are giving you some advantages. Then what about equality? Believe me or not but this reservations and seperate queues leaves a deep psychological impact. And from the childhood each and every boy sees these things and it creates a huge impact on his psycho. So now what is the solution? We can’t demolish the reservations in education and in other fields where actually it is required because the situations in villages are still pathetic. But ya we can start demolishing reservations in day to day life. Particularly in schools. According to me it will take time but will give positive results.

    Liked by 1 person

  2. vivekhpandya says:

    Repost પ્રશાંત ગાંધીની કોમેન્ટ.

    GANDHI PRASHANT :
    Hi vivek bro.
    Lyk every time you have proven ur point with giving actual and real life example.I think that if we want to encourage women then we can not put all things on them and we can not take all.responsibility on us also.Its a two way process.And I firmly believe that women and men can not be equal because women are always better in anyway.Yes, psychology of our minds is always important aspect in such a critical issues but as one says that, charity begins with home;first of all we have to change our selves and then after we are allowed to make others aware about this.

    Liked by 1 person

Leave a comment