પાછા આપણા ઘર તરફ!

પ્રથમ તો મેરી ક્રિસમસ! નાતાલની દરેક માનવ-બંધુઓ ને ખુબ ખુબ શુભેચ્છા.

Jesus ને ભગવાન, અલ્લાહ વગેરે તરફથી જન્મદિવસની શુભકામના ને તેઓને Jesusનું બર્થ-ડે પાર્ટીમાં આમંત્રણ.

આ બ્રહ્માંડને ચલાવનાર કોઈ અપાર શક્તિ છે, ને એ મુજબ આ પૃથ્વી પર જેટલા પણ ધર્મો છે એ દરેક ના પરમેશ્વરનું સ્થાન આ અપાર શક્તિઓ ના સ્ત્રોત રૂપે છે. મતલબ કે એ બધા -આપણા એકમાત્ર(આપણી જાણકારી મુજબ) બ્રહ્માંડ ના રચયિતા- સાથે જ, આપણે આ પૃથ્વી નામના ગોળા પર રહીએ છે તેમ જ રેહતા હશે, ને પછી તો ચોક્કસ એકબીજાની બર્થ-ડે પાર્ટીમાં જતા જ હશે!!!

હવે આપણે થયા તેઓના સંતાનો-તેઓની રચનાઓ, તો શું આપણા ઝઘડાઓ જોઇને, આપણે એલોકો માટે બનાવેલા વિવિધ ધર્મસ્થાનો જોઈને, એક ધર્મના લોકો બીજા ધર્મને વખોડે તે જોઇને એલોકો પણ ચડસા-ચડસી કરતા હશે?!

હમણા સમાચારોમાં “ઘર-વાપસી” બાબતે ઘણું વાચવા મળે છે. એક ધર્મના લોકો બળજબરીથી કે લાલચથી બીજા ધર્મના લોકોને પોતાનો ધર્મ અપનાવવા કહે છે ને આ આમતો ઘણા વર્ષોથી ચાલ્યું આવતું સંભળાય છે, તો હવે આ ધર્માંતરણ પામેલા લોકોને ફરીથી પહેલાનો ધર્મ અપનાવવા કહેવાય તે ઘર-વાપસી. દરેક ધર્મના કહેવાતા અગ્રણીઓ એક અથવા બંને રીતે પોતાના ધર્મને સર્વોપરી દેખાડવા પ્રયત્નો કરતા રહે છે. તો પછી આપણા દેવતાઓના નિવાસ સ્થાને આ બાબતે શું ઝઘડો થયો હશે?!

પોતાને અલ્લહના ને એમના ધર્મના રક્ષકો ગણાવનાર, ધર્મ ઝનૂની પેશાવરના હુમલાખારોની કરતૂત પછી અલ્લાહે તેમના સાથી દેવી-દેવતાઓને શું મીઠાઈઓ વહેંચી હશે?!

આ સવાલોનો જવાબ શોધતા એક વાત તો સ્પષ્ટ છે કે કશે તો આપણે ખોટા ઠરીએ  છે. આપણે  જેને ધર્મ સમજીએ છે એ કઈક ભિન્ન ચીજ છે ને એના કરતા વિશેષ પણ છે. સાથે સાથે આ વાત માં પણ સામર્થ્ય છે કે આપણા ધર્મો એના મૂળ-નિશ્ચલ સ્વરૂપમાં જીવન વિષેના જ્ઞાનનો ભંડાર છે. તો પછી આપણે જવું કયા માર્ગે? પાછા ઘર તરફ?

માનવ જીવન કઈ રીતે જીવવું એનો દરેક બોધ એ ધર્મ, ને તેથી ધર્મને સાવ છોડી દેતા આપણે આપણા ઘર તરફ એટલે કે ડાર્વિનના ઉત્ક્રાંતિવાદના સિધ્ધાંત મુજબ જે પિતૃ ‘અસામાજિક પ્રાણી’ સ્વરૂપ માંથી આવ્યા છે ત્યાં પહોચી જશું ને વળી જો ધર્મઝનૂની બની અંદર-અંદર ઝઘડતા રહેશું તો પણ આપણી પ્રાણીવૃત્તિ જ છતી કરશું ને પાછા આપણા ઘર તરફ જ ગતિ કરશું.

ઘર શબ્દને આપણે હર વખત જેમ ‘હાશકારા’ સાથે સંકલિત કર્યો છે તેમ ઉપરના બંને અંતિમબિંદુઓ જરૂર કદાચ આ માનવસ્વરૂપના ઉત્ક્રાન્તિના આગલા પગથિયે તેનો વિનાશ નોતરીને પ્રકૃત્તિને હાશકારો આપશે પણ, ઘરમાં ભરાય રહેવું એ જેમ વિકાસ અવરોધનારું છે તેમ માનવજાતિના વિકાસને ચોક્કસ અવરોધસે. અને તેથીજ શ્રેષ્ઠ માર્ગ આ બંને અંતિમબિંદુઓ વચ્ચે સંતુલન જાળવવાનો છે. આપણા માનવતાની ઉત્ક્રાંતિના શ્રેષ્ઠ આર્કિટેક્ચર વાળા ઘર તરફ…!

બન, મીઠા મીઠા બન તું…….. 

6 thoughts on “પાછા આપણા ઘર તરફ!

  1. Jayesh Chauhan says:

    Yar,
    Saras lakhayu 6…
    Aagad lakhato re..
    Pan
    6ela fakarama kai gadabad jevu 6…
    Ghar ma bharay revu vikas ma avrodh to naj hoy…
    Char ma bharay rai kai kam na karvu a chokas vikas ma avrodh hoy sake…

    Liked by 1 person

    • vivekhpandya says:

      Are ahi ghar ma bharay rehvano arth, kai kaam vagar ghar ma padya rehwano hato…. Baki aa blog parna badha article ghar ma padya padya j lakhya chhe….
      Ahi ghar ma padya rehvano arth gyan-jankari ni babat ma hato, shikhvani babat ma hato…. ghar ni char dival c y kai j na janvu te….. baki internet gharma j ek bari aape chhe jema kudko mari tame bahar jai sako chho…

      Like

  2. vachan prajapati says:

    dharm ni je paribhasa gita ma hase ae j baibal ane ae j kuran ma… are aaj na samay ma loko dharm na name a-dharm kri rahya 6. !! hu manavtavadi dharm ma manu 6u.

    #koi_thappa_nahi_laga #2_religions #pk #vcan

    Liked by 1 person

Leave a comment