OK TESTED – સ્વાભિમાનની શોધ!

જય હિંદ।

66મા ગણતંત્ર દિવસની સર્વે દેશવાસીઓ ને હાર્દિક શુભેચ્છા તથા આ દિનના મૂળ હેતુને આપણે મજબૂત લોકશાહી દ્વારા આવનારા વર્ષોમાં વધુ સાર્થક બનાવશું એવી મનેચ્છા.

સ્વાભિમાન પર આગળ કરેલા ઉલ્લેખ પર આજે વાત કરવી છે.( આગળનું વાચવા અહી click કરો. )

સ્વાભિમાન નો એકદમ સરળ મતલબ એટલે ‘આપણું આપણાપણું હોવાનું ગર્વ’. ને આજનું કદાચ નગ્ન સત્ય એ છે કે આપણને ભારતીય હોવાનું ગર્વ નથી! અથવા કદાચ આપણને આપણા પર જ વિશ્વાસ નથી, આપણી કાબેલિયત પર ખુદ આપણને શંકા છે. આ વાતનું સૌથી પ્રસ્તુત ઉદાહરણ છે વિશ્વનું “યોગા”ને સ્વીકારવું. આપણી પાસે “યોગા”નું કોઈ જ જ્ઞાન ન હતું, હા પરંતુ આપણે “યોગ”ને વર્ષોથી જાણતા હતા.(અહીં આખી વાતમાં યોગ ને યોગા શબ્દ વચ્ચેનો સ્થૂળ ફરક ન જોતા તે પાછળના સુક્ષ્મ અર્થને પામજો.) “યોગશાસ્ત્ર” આપણી વિરાસતરૂપ છે ને આપણને તેના મહત્વનું પણ જ્ઞાન હતું પણ આપણને ખુદ પર વિશ્વાસ ન હતો, આપણાપણાનું સ્વાભિમાન ન હતું, ને આપણને એ વિશ્વાસ ત્યારે આવ્યો જયારે વિશ્વએ તેની પર “OK TESTED” નો સિક્કો લગાવી આપ્યો!

માર્કેટિંગ મેનેજમેન્ટમાં આ થીઅરી એકદમ સરળ રીતે સમજાવી દેવાય છે. જયારે તમે તમારી product કે skill વિશ્વ સમક્ષ મુકો ત્યારે વિશ્વ એને તો જ સ્વીકારશે જયારે તમને તમારી product કે skill મા વિશ્વાસ હશે. આ જ થીઅરી ઉપરની વાત માટે પુરેપુરી પ્રસ્તુત છે. (શું આ થીઅરીનું ઉદાહરણ જરૂરી હતું??!!!!! )

ગુજરાતની રણકી વાવને world heritage માં સ્થાન મળ્યા બાદ ત્યાના પ્રવાસન ઉદ્યોગમાં ઉછાળો જોવા મળે છે! (ચાંપાનેરનો 2004 નો કિસ્સો પણ આવો જ છે. Reference : Click Here ) કૈલાશ સત્યાર્થીથી ‘નોબેલ’ શબ્દ અલગ કરી નાખતા કોઈ એમને ઓળખતું નથી! (google પર સત્યાર્થીને નોબેલ મળ્યું તે પહેલાના search – જેને filtered search કહે છે – અજમાવી જોજો , આ વાત નો તમને ખ્યાલ આવી જશે.) આપણા પુરાણા સાહિત્યને અને પધ્ધતિઓ આધુનિક મેનેજમેન્ટ કે આધુનિક તત્વજ્ઞાન કે આધુનિક વિજ્ઞાન રજુ કરે ત્યારે આપણને સમજાય છે.( ગીતાના સિધ્ધાંતોને morden management સ્વીકારે છે.) તાજમહલ જેવા ભવ્ય કલાના પ્રતીકનું મહત્વ સમજવા આપણને તેના પર “સાત અજાયબીઓ માંથી એક” એવો સિક્કો જોઈએ છે. (કેમકે કોઈકના OK TESTED વગર આપણી ચીજો આપણી માટે ક્યાં મહાન હોય છે!) 

આવી ખૂબીઓ વિશ્વએ આપણને શોધી આપવી પડી છે!! ને આવુતો આપણી પાસે શોધીએ તો અખૂટ માત્રામાં વારસારૂપે પડ્યું છે, જરૂર છે તે વિશ્વ સમક્ષ મુકવાના વિશ્વાસની-આત્મવિશ્વાસની. (“દરેક સંસ્કૃતિને જાણો, શીખો, પણ પોતાની સંસ્કૃતિનું સ્વાભિમાન કરો” – આ ભાવ આહીં પ્રગટ કરવા ઈચ્છું છું, કોઈ પણ દેશની સંસ્કૃતિને હીન સમજવાનો ભાવાર્થ ન કરવો.)

સ્વાભિમાનની આ વાતનો જ એક આયામ કહી શકાય તેવું કઈક, જે ઘણી વાર મારા દિમાગમાં આવતું પણ, આ મકરસંક્રાંતિએ મને ખાસ ધ્યાનમાં આવ્યું – અને પ્રેરક હતું ચાઇનીઝ બલૂન! તહેવાર આપણો, તહેવારને શરુ કરનાર આપણે, જ્યાં તે તહેવાર મનાવીએ તે દેશ આપણો, તહેવારમાં ઉજવણી કરનાર લોકો આપણા ને એ તહેવારમાં ધંધો કરી જાય કોઈ બીજા જ લોકો! સ્વદેશી ચીજોનો ઉપયોગ ને એને પ્રોત્સાહન એને ઘણે અંશ સુધી હું માનતો ને તે માટે વિદેશી ચીજો પર કાયદાથી પ્રતિબંધ સ્વીકારતો પણ, અહીં સીધી વાત છે કે નથી આ બલૂનમાં કોઈ મોટી ટેકનોલોજી કે નથી કોઈ મોટું રોકાણ, છતાં પણ આપણે જોતા જ રહી જઈએ ને બહારનું કોઈ આવીને આપણા લોકોની પસંદ, આપણા તહેવારોની રીતભાત વગેરેની માહિતી મેળવીને કરોડો રૂપિયાનો ધંધો કરી જાય! શું આપણને આવી હરીફાય પણ હંફાવી જાય છે? આવી ઘટનાઓથી ચઈનીઝોના સ્વાભિમાનને સલામ કરવાનું મન થાય છે. અહીં સામે હરીફાયમાં ઉતરીને સામેવાળાને માત આપવાની ઇચ્છાશક્તિની જરૂર છે, ન કે તેમને સીધો ધંધો કરતા જ રોકીને.(વૈશ્વિકીકરણ ને વસુધૈવ કુટુંબકમના યુગમાં આવા પ્રતિબંધો અશક્ય ને અવાસ્તવિક છે.) ને કદાચ બે-ચાર વર્ષ પછી આપણા જ કોઈ લોકો બલૂનનો વધતો ધંધો જોઇને તે અહીંયા જ બનાવવા લાગશે પણ કઈક નવું – કઈક ખુદનું વિચારશે નહી ને તે સમયે ચીન આપણા હાથમાં કોઈક નવું રમકડું પકડાવીને પાછો કરોડોનો ધંધો કરી જશે! (આવા તો ઘણા પ્રસંગો ને ઉદાહરણો છે. આપણા બધા તહેવારોને જ એક વાર ચકાસી જોજો.)

હાલમાં જ પુસ્તકમેળામાંથી મિત્રની સલાહથી કિશોર બિયાણીનું IT HAPPENED IN INDIA માં RAMA BIJAPURKAR ની એક નાનકડી વાત વાંચી જે અહી રજુ કરું છું. (PG NO : 09)

???????????????????????????????અહીં ઉપભોકતાવાદ પર ટીપ્પણી નથી કરવી પરંતુ એ બાદની બે લીટી પ્રાસંગિક છે ને વધુ અર્થઘટન વાચનાર પર છોડું છું.

આ બધા પરથી સવાલ થાય કે, શું આપણામાં તાકાત નથી?, શું આપણામાં કાબેલિયત નથી? શું આપણી પાસે તકો નથી? શું આપણી પાસે જરૂરી સંસાધનો નથી? જવાબ શોધતા જણાશે કે બધું જ છે માત્ર ખોટ છે સ્વાભિમાનની। આપણે આપણી શક્તિને જ ઓછી આંકીએ છે. અપાણા  વરસનું આપણને જ ગર્વ નથી. આપણી સંપત્તિઓનું આપણને જ મૂલ્ય નથી. તેથી જરૂર છે આપણી અંદર નજર કરવાની.

આજે ભારત દુનિયામાં સૌથી યુવાન દેશ છે ને દુનિયા આખી ભારતના માનવધન પર મીટ માંડીને બેઠી છે, આ વખત છે આપણે આ ધનની કિંમત સમજીયે (જોવા જઈએ તો આપણે ખુદની કિંમત સમજીયે!!) ને તેના પર OK TESTED ના સિક્કાની રાહ ન જોઇને  આત્મવિશ્વાસથી દુનિયાને સ્વાભિમાની ભારતનો પરચો કરાવીએ. ભારતીય હોવાનું ગર્વ કરીએ. આપણા વરસનું ગૌરવ કરીએ. આપણાપણાનું ગૌરવ કરીએ.

જય હિંદ।

5 thoughts on “OK TESTED – સ્વાભિમાનની શોધ!

  1. maitree says:

    Too Good Vivek!! aap jeva dishakar na karane desh ni unnati shakya lage 6. Ek udaharan no ullekh karvani ichha 6 je niche varnavu 6u.

    Prajvalant udaharan 6 “rannutsav” jenu varnan karta mane garv thai 6 k apna desh na PM shri narendra modiji a “Amitabh Bachhan” ji ne khara sandarbh ma prastut kari apni chij nu mulya vadharvano prayatna karyo ne je ghana anshe sacho sabit thai rahyo 6 ne gujarat tourism ma vadharo thayo 6.

    Asha 6 k apne pan avi prerna lai desh ni unnati ma bhagidar baniye.

    Liked by 1 person

Leave a comment