। મા ।

(If your device does not support Gujarati font then click here.)

ગયા વર્ષે આજ દિવસે મમ્મી જોડે થોડી વાતો કર્યા પછી બેઠો ને મા વિષે વિચારતા મનમાં આ આવ્યું તો લખી નાખ્યું પરતું એ કરતા વધારે એને ફરીથી જયારે વાચ્યું ત્યારે અનુભવ્યું…. તો રજુ છે….

કઈ પણ મુશ્કેલી હોઈ પછી મેં કોઈને માર્યું હોય, મેં માર ખાધો હોય, જુઠ્ઠું બોલ્યો હોવ, ગભરાયેલો હોવ, વાગ્યું હોય, કઈક જોયતું હોય કે પછી કઈ જ કારણ ન હોય, દરેક વખતે મારી નજરો તેને શોધતી ને એ ગમે ત્યાં ગમે તેટલા લોકો વચ્ચે બેઠી હોય બસ હું દોડી જતો ને મારા હાથ ફેલાવી તેની નાભિ નજીક મો રાખી વળગી પડતો . તેના શરીરની સોડમ આવતી, સાડલા માંથી આછી મસાલાઓ ની ગંધ પણ આવતી ને આંખો સામે અંધકાર . કદાચ તેનું તો ધ્યાન પણ નહિ હોય પણ છતાં બધા સાથે વાતો કરતા કરતા હળવેથી માથા પર હાથ મુકતી . બસ ને મારું ચિત્ત શૂન્યતાનો અનુભવ કરતું, હું બધું જ ભૂલી જતો ને શ્રેષ્ઠતાનો અનુભવ કરતો . હજી આજે પણ કરું છું. ભલેને કોઈ પણ પરિસ્થિતિ હોય તે મારી પાસે હોય એટલે બધું ભૂલી જવાનું , કોઈ જ ડર નહિ, કોઈ જ ચિંતા નહિ. અભિમાની- હું ખુદને એટલો અભિમાની અનુભવું છું તે સમયે કે જગતનો તાત પણ મારો વાળ વાંકો નહિ કરી શકે.

મા – તને સમર્પિત .

Leave a comment